1.
વર્ગખંડમા:આ વર્ગખંડમા બાળકો જ્યાં તેઓ આવે છે અને શીખવા માટે ખુશી થશે તેવી મુક્ત વાતાવરણ આપનારું સ્થળ છે. આ જગ્યાએ જ્યાં સામગ્રી તેમના પહોંચની અંદર હોય છે અને તેઓ પણ તેમની જરૂરિયાત પ્રમાણે ત્યાં માલ ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે.
2.
વિષય વર્ગખંડ:- સામાન્ય વર્ગખંડની જગ્યાએ વિષયલક્ષી વર્ગખંડ બનાવવામા આવેલ છે. જે તે વિષયને શીખવા માટે બાળક તે વિષયને અનુરૂપ મટીરીયલ તરતજ મેળવી શકે તેવી રીતના બનાવેલ છે. અને ભાષા-EVS અને ગણિત-રેઇન્બો પ્રવૃત્તિઓ માટે અલગ રૂમ શાળાઓમાં આયોજીત કરવામાં આવે છે.
3.
બેઠક વ્યવસ્થા શિક્ષકો તથા બાળકોને ખુરશી તથા બેન્ચીસની જગ્યાએ જમીન ઉપર સાદડી પાથરીને બેસવાનું રહેશે. દરેક શાળાને આ માટેની શાદડી તથા શેતરંજી પૂરી પાડવામા આવશે.
|
4.
ગ્રુપની રચના: કોઈપણ બે વર્ગખંડના ધોરણ-૧ અને ધોરણ-૨ ના વિદ્યાર્થીઓએ સાથે રહીને. ૬ ગ્રુપની અંદર તેની વહેચણી કરવાની રહશે દરેક ગ્રુપની રચના આ પ્રમાણે રહશે. (૧) શિક્ષક સપોર્ટેડ ગ્રુપ (૨) આંશિક શિક્ષક સપોર્ટેડ ગ્રુપ (૩) પીઅર સપોર્ટ ગ્રુપ (૪) આંશિક પીઅર સપોર્ટ ગ્રુપ (૫) સ્વયમ રીતના શીખી શકે તેવું ગ્રુપ (૬) શીખવવાની રીતનું મૂલ્યાંકન કરી શકે તેવું ગ્રુપ.
5.
પ્રજ્ઞાના વર્ગખંડનું ભૌતિક પર્યાવરણ:રેક અને ટ્રેલેડર, ગ્રુપ ચાર્ટ, વિદ્યાર્થી સ્લેટ, શિક્ષક સ્લેટ, વિદ્યાર્થી પ્રગતિ - આલેખ, ડિસ્પ્લે, શીખવા માટેના ચાર્ટ / ચાર્ટ દ્વારા થતી પ્રવૃત્તિ, કામ પોથી, ફ્લેશ કાર્ડ, ગેમ બોર્ડ, પ્રારંભિક રીડર, સચિત્ર શબ્દકોશ, રેઇન્બો પ્રવૃત્તિ, વિદ્યાર્થી પ્રોફાઇલ, વિદ્યાર્થી પોર્ટફોલિયો, EVS પ્રોજેક્ટ શીટ્સ, ગણિત પ્રેક્ટિસ બુક, ગુજરાતી વાંચનમાળા, EVS – મનન, શિક્ષકો માટે હેન્ડબુક, તાલીમ મોડ્યુલ, TLM બોક્સ, તાલીમ સીડી, હિમાયત સીડી, શોપ સીડી અને જિંગલ, પ્રજ્ઞા ગીત.
|